મોરબી તાલુકા પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબીના ટીબડી ગામની સીમમાં મોરબી થી માળીયા (મિં) હાઇવે ઉપર શ્રી ગણેશ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં આવેલ ગોડાઉનમાં તેજસભાઇ મનુભાઇ વહેરા રહે-ટીબડી તા.જી.મોરબી વાળો ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી ચોરીછુપીથી તેનુ વેંચાણ કરે છે જે અન્વયે અલગ-અલગ ટીમો બનાવી બાતમીવાળી જગ્યાએ જઇ પોલીસે રેઇડ કરતા ઇંગ્લીશ દારૂની કાચની નાની-મોટી કંપની શીલપેક અલગ-અલગ બ્રાન્ડની બોટલો/ નંગ- 9,516 કિ.રૂ. 85,45,200 તથા બીયરના 500 મીલી ટીન નંગ- 3000 કી.રૂ. 6,32,280 અને મહિન્દ્રા કંપની બોલેરો પીકઅપ રજી.નંબરGJ-13-W-2878 કીરૂ. 3,00,000 મળી કુલ કિ.રૂ. 94,77,480નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી બોલેરોનો માલિક તથા તેજસભાઇ મનુભાઇ વહેરા રહે-ધરમપુર તા.જી. મોરબીવાળા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની ગુનો કાર્યવાહી હાથ ધરી છે.

