શીયાળાની કડકડતી ઠંડી વચ્ચે જાણે જુગારની મોસમ ગરમી થઇ હોય તેમ જુગારીઓ માળિયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જુગાર રમી રહ્યા છે ત્યારે માળિયા મિયાણા પોલીસે મોટી બરાર ગામથી નવા ગામમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડી 6 જુગારીને ઝડપી લીધા હતા એ તેની પાસેથી 36 600 રોકડ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે
બનાવની મળતી માહિતી મુજબ માળિયા મિયાણા તાલુકાના મોટી બરાર થી નવાગામ જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા ચંદુભું પ્રભુભાઈ ગામી,રમેશ મગન સરડવા,જયદીપ સિહ રણજીતસિંહ જાડેજા,કાળું વાઘાભાઇ હુંબલ,દીપક વીરજી મુછડિયા,નિર્મલ મુળુભાઈ કાનગડને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 36 600 રોકડ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

