HomeGujaratજેટકોના અધિકારીની બેદરકારી કે મિલીભગત ?મોટા દહીસરામાં થાંભલો કોઈના ખેતરના દરવાજા...

જેટકોના અધિકારીની બેદરકારી કે મિલીભગત ?મોટા દહીસરામાં થાંભલો કોઈના ખેતરના દરવાજા પાસે નાખ્યો ને વળતર કોઈને ચૂકવ્યુ ! અંતે પોલીસ ફરિયાદ

માળિયા મિયાણા તાલુકાનામોટા  દહીસરા ગામમાં જેટકો ના અધિકારીઓ અને પદાધીકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે જોકે આ બેદરકારી કહેવી કે મિલીભગત તે પણ સવાલ છે કારણ કે ખેડૂત દ્વારા અધિકારીઓ સામે માળિયા પોલીસ મથકમાં  છેતરપીંડીની ફરિયાદ નોધાવતા ચકચાર મચી જવા પામી હતી

મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના  મોટા દહીસરા ગામના વતની અને રાજકોટ રહેતા જયસુખભાઇ રામજીભાઇ અવાડીયાની મોટા દહીસરા ગામમાં સીમ સર્વે નંબર ૫૭૬/૧ પૈકી ૨ માં ખેતીની  ધરાવતા હોય આ જમીનના ગેટ સામે માં જેટકો દ્વારા ગત .૧૩/૦૭/૨૦૧૮ થી ૧૭/૦૭/૨૦૧૮ દરમ્યાન વીજપોલ નાખવાની કામગીરી હાથ ધરી હતી જોકે આ મતે જયસુખભાઈની કોઈ પણ પ્રકારની મંજુરી લીધી ન હતી તેમજ વળતર પણ ચુકવ્યું ન હતું ખેડૂત દ્વારા આ અંગે કચેરીમાં આરટી આઈ કરી માહિતી માંગતા ચોકવાનારી વિગત સામે આવી હતી અધિકારીઓ દ્વારા જયારે વીજપોલ નાખ્યો ત્યારે ૫૭૬/૧/ પૈકી ૨  જમીનના માલિકને વળતર આપવના બદલે પંચ રોજકામમાં સર્વે નંબર ૫૭૬ /૧ પૈકી ૧ ના માલિક માલીક કચરા લાખાભાઇ ને રૂ.૨૬૬૯૧૫/- વળતર ચુકવી  દીધું હતું ખરેખર આ વળતર ના સાચા હકદાર જયસુખ ભાઈ હોવા છતાં તેને કચરાભાઈ લાખાભાઈને વળતર આપી જયસુખ  સાથે રૂ. રૂ.૨૬૬૯૧૫/-ની છેતરપીડી વિશ્વાસઘાત કરવામાં આવતા  જયસુખભાઈ અગાઉ કરેલી કોર્ટ અરજી બાદ તેમને છેતરપીડી થયાની જાણ થતા અંતે માળિયા મિયાણા પોલીસે જેટકો કંપનીના જવાબદાર અધિકારી- કર્મચારી, જેટકો કંપનીના અધિકારી જે.એમ. વિરમગામા નાયબ ઇજનર જેટકો કંપની  (૩) પંચક્યાસમાં ક્રમ નં ૧ સહિ કરનાર માણસ તથા (૪) પંચક્યાસમાં ક્રમ નં (૨) સહિ કરનાર માણસ સહિતના સામે ફરિયાદ નોધાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW