HomeGujaratદુષ્કર્મ IT એક્ટ ગુનામાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ દોષિત...

દુષ્કર્મ IT એક્ટ ગુનામાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ દોષિત જાહેર 10 વર્ષની કેદ

મોરબીમાં અગાઉ સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા તેમજ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રહી ચુકેલા વિજય સરડવા સામે એ ડીવીઝન પોલીસ મથકમાં  ફરિયાદ નોધાઇ હતી જેમાં તેણે જણાવ્યું હતું કે વિજય કેશવજી  સરડવા પરણિત હોવા છતાં ફરીયાદી મહિલા સાથે મિત્રતા કેળવ્યા બાદ પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરવાની લાલચ આપી હતી અને તેની રાજકોટ ખાતે ફ્લેટમાં લઇ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના વિડીયો કલીપ ઉતારી હતી બાદમાં યુવતીને બ્લેક મેઈલ કરવા પ્રયાસ કર્યો અને તેના આ વિડીયો મહિલાના પરિજનો સુધી મોકલી તેને બદનામ કરી હતી આ કૃત્યથી ફરિયાદીની સગાઈ તૂટી ગઈ હતી આરોપીએ ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ બનાવની ફરિયાદ આધારે પોલીસે વિજય સરડવાની ધરપકડ કરી હતી અને મોરબી જેલ હવાલે ર્ક્યા હતા બાદમાં તે જામીન પર બહાર આવ્યો હતો આ ઘટનામાં મોરબી  કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો જેમાં સરકારી વકીલ નીરજ કારિયા દ્વારા ઘટના સબંધિત પુરાવા રજુ કર્યા હતા કેસમાં પુરાવાના આધારે કોર્ટે આરોપી વિજય સરડવાને 10 વર્ષની કેદ ફટકારી હતી તેમજ રૂપિયા 5.20 લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે એવો પણ આદેશ કર્યો છે કે, જો આરોપી દંડની રકમ ભરે, તો તે રકમ ભોગ બનેલી ફરિયાદીને વળતર પેટે ચૂકવવામાં આવે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW