HomeGujaratમોરબીના ન્યુ ચંદ્રેશનગર અને નજીકની સોસાયટીમાં શિયાળે ટેન્કર રાજ! એક વર્ષ પહેલા...

મોરબીના ન્યુ ચંદ્રેશનગર અને નજીકની સોસાયટીમાં શિયાળે ટેન્કર રાજ! એક વર્ષ પહેલા પાણીની લાઈન નંખાઈ છતાં પાણી ન મળ્યું

મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાં  પીવાનાં પાણીની સમસ્યા લાંબા સમયથી જોવા મળી રહી છે મહાનગર પાલિકા બની ત્યારે  શરુઆતના મહિનામાં પાણીની સમસ્યા મુદે અલગ અલગ વિસ્તારમાં સર્વે કરાવી પાણીની સમસ્યા ઉકેલવા પ્રયાસ કરવાની ખાતરી આપવામાં આવી હતી જોકે મોરબીના ચંદ્રેશનગર અને આસપાસ વિસ્તારની સોસાયટીમાં પીવાના પાણીને લઇ મોટા પાયે હાલાકી જોવા મળી રહી છે આ વિસ્તારમાં 2024ના ઓક્ટોબર માસમાં પંચાસર રોડથી ન્યુ ચંદ્રેશનગર વિસ્તાર સુધીની 4 ઇંચ પહોળી  પાણીની લાઈન નાખવામાં આવી હતી અને જે તે સમયે તેનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું જોકે ટેસ્ટીંગ થયા બાદથી આજ દિન સુધી આ વિસ્તારમાં પાણી ન મળ્યા હોવાની સ્થાનિકો દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે આ વિસ્તારમાં શિયાળામાં પણ મહિલાઓ ટેન્કરની રાહ જોઈ રહે છે જયારે ટેન્કર આવે ત્યારે પાણી ભરાય છે અને ઘરના બીજા કામ થાય છે

લાંબા સમયથી પાણીની તંગીનો સામનો કરતા સ્થાનિકોએ હવે ધીરજ ગુમાવી છે અને મહાનગર પાલિકામાં કમિશ્નર અને ડેપ્યુટી કમિશ્નરને ગત તા 14 ના રોજ લેખિત અરજી આપી તેમના વિસ્તારમાં પાણી પૂરું પાડવા 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું જો 7 દિવસમાં પાણી નહી મળે તે આગામી ગુરુવારે સ્થાનિકો મોટી સંખ્યામાં રેલી કાઢશે અને મહાનગર પાલિકા કચેરીમાં એકઠા થઈ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી સ્થાનિકોએ ચીમકી આપી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW