હળવદના સરા રોડ પર આવેલ ઉમીયા પાર્ક સોસાયટીમાં રહેતા ડોક્ટર ચેતનકુમાર લાભુભાઈ જાકાસણીયાએ આરોપી દીપક મલ્હોત્રા, રોહીત સહિત ચાર શખ્સો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી ચેતનને ફેસબુક મેસેન્જર Irina Fedorova આઈ.ડી ઉપરથી સ્ટોક એકસચેન્જમાં રોકાણ કરવા અંગેની જાણકારી આપી રોકાણ કરવામા રસ જાગતા ચેતનને વિશ્વાસમાં લઈ આરોપીઓએ Y96 SIG Customer Service વ્હોટસએપ ગૃપ બનાવી તેમા એડ કરી આરોપીઓ પૈકી આરોપી દીપક મલ્હોત્રાએ જુદી જુદી લોભામણી લલચામણી સ્કીમો સમજાવી રોહીતસિંધ ગૃપ એડમીનને અલગ-અલગ બેંક એકાઉન્ટ નંબર મોકલી તેમાં રૂ. 43,55,000નું રોકાણ કરાવી ફરીયાદી ચેતનકુમારે પોતાની રકમ વિથડ્રો કરવા જણાવતા સર્વિસ ટેક્ષના રૂ. 4,59,000 અલગ એકાઉન્ટમા ઉપરોક્ત આરોપીઓએ ટ્રાન્જેકશન કરાવી કુલ રૂ.48,14,000ની રકમની ઠગાઈ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનાની નોધ કરી છે.

