મોરબીના ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા 66 કેવી ઘૂંટું 1 સબસ્ટેશનમાં તા.- 19/11/2025 બુધવારના રોજ મેન્ટેનન્સ કરવાની કામગીરીને પગલે નીચેના વિસ્તારોમાં વિજપુરવઠો બંધ રાખવામાં આવશે.
પીપળી જેજીવાય ફીડર સવારે 8 થી બપોરનાં 4 વાગ્યા સુધી વીજકાપ રહેશે. જેમાં તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પમ્પ ,સિદ્ધિ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક, પ્રભુ કૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર જુના ગામ, નીલકંઠ પાર્ક, પ્રભુ કૃપા રેસીડેન્સી, હરિગુણ રેસીડેન્સી, નવી પીપળી, જૂની પીપળી વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે.
તેમજ ઘુંટું રોડ સબસ્ટેશનમાંથી નીકળતા તમામ JGY, ઔદ્યોગિક અને ખેતીવાડી ફીડર સવારે 8 થી સાંજે 4.00 સુધી, આંદરણા સબસ્ટેશન માંથી નીકળતા તમામ JGY, ઔદ્યોગિક અને ખેતીવાડી ફીડર સવારે 8 થી સાંજે 5.00 સુધી તેમજ વુગા જેજીવાય ફીડર (ઘુટુ ગામ તથા આસપાસનો વિસ્તાર) સવારે 9:00 થી 12:00 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે.

