મોરબી એલસીબી ટીમને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબીના કંડલા બાયપાસ રોડ પર જૂની આરટીઓ કચેરી પાસે વોચમાં હોય તે દરમિયાન ત્યાંથી બે રિક્ષા પસાર થઈ રહી હતી. એલસીબીની ટીમે તેમને રોકવાનો પ્રયાસ કરતા એક રિક્ષામાં સવાર બે શખ્સો વાહન છોડીને નાસી છૂટ્યા હતા. જોકે પોલીસે ઓટો રિક્ષા નંબર GJ-20-V-1204 માં જઈ રહેલા એક શખ્સને પકડી પાડ્યો હતો. તેની રિક્ષાની તપાસ કરતા તેમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી થતી હોવાનું જણાયું હતું. પોલીસે દારૂની અલગ-અલગ બ્રાન્ડની96 બોટલો કિંમત રૂ. 1,29,600નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, દારૂ ભરેલી રિક્ષાનું પાયલોટિંગ બીજી રિક્ષા નંબર GJ-03-BX-8216માં બેઠેલા બે શખ્સો દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આ બંને શખ્સો પણ તેમની રિક્ષા છોડીને ફરાર થઈ ગયા હતા. પોલીસે હાલમાં દારૂ, બે રિક્ષા અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 2,39,600ના મુદ્દામાલ સાથે આરોપી સુરજ રાજેશભાઈ તિવારીની ધરપકડ કરી છે. પોલીસને જોઈને નાસી ગયેલા શખ્સોમાં રિક્ષા ચાલક મુન્ના પલીત મુસ્લિમ અને રિક્ષામાં બેઠેલ શાહરૂખનું નામ સામે આવ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

