માળીયા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે કુંભારીયા ગામે રેડ કરી હતી. જ્યાં જેસીંગભાઇ દેગામાના રહેણાંક મકાનમાં જુગાર રમતા જયંતીભાઇ રામજીભાઇ કૈલા, નાથાભાઇ શંકરભાઇ દેગામા, ત્રિકમજીભાઇ રામજીભાઇ પંચાસરા, ભગવાનજીભાઇ બચુભાઇ ધામેચા, કિશોરભાઇ હરજીભાઇ મેવાડા, રાજેશભાઇ ગોવિંદભાઇ ધંધાણીયા અને જેસીંગભાઇ મહાદેવભાઇ દેગામાને કુલ રોકડ રૂ. 40,200ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. માળીયા પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


