ગુજરાત પ્રદેશ લીગલ સેલ ના પ્રદેશ કન્વીનર જે. જે. પટેલ દ્વારા આજરોજ ગુજરાત ના મુખ્યમંત્રી તથા કાયદા મંત્રીને લેખિત રજૂઆત કરી ગુજરાતની જનતાને તાલુકા લેવલે સગવડ મળી રહે તેવા શુભ હેતુથી ગુજરાતના તમામ નોટરી ઓને ઈ-સ્ટેમ્પિંગ ના લાયસન્સ મળે અને નોટરીઓને નોટરી ટિકિટ માટે પડતી મુશ્કેલીઓ માટે રાજ્યના દરેક તાલુકા માંથી નોટરી ટિકિટ મળી રહે એવી વ્યવસ્થા કરવી. એવી ગુજરાતના નોટરીઓ ની લાગણી તથા માંગણી ને ધ્યાનમાં રાખી આજરોજ ગુજરાત પ્રદેશ લીગલ સેલના કન્વીનર તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે. જે. પટેલ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કાયદા મંત્રી રિષિકેશભાઈ પટેલ ને લેખીતમાં રજૂઆત કરી હતી.

