મોરબી- હળવદ રોડ પર આવેલા આંદરણા ગામ પાસે આવેલા ભેરવનાથ હોટલ ના પાર્કિગમાં એક ટ્રક ચાલક પ્રહલાદ છેતરમલ ગુર્જર નામનો યુવક ગઈકાલે વહેલી સવારે તેના આરજે 52 જીબી 2751 નંબરના ટ્રક માંથી ઉતરી ચા પીવા હોટલ તરફ જવા નીકળ્યો હતો. જોકે થોડા ડગલા આગળ વધે તે પહેલાં ટ્રકમાં હેન્ડ બ્રેક લગાવવાનું ભૂલી જતા ટ્રક ઢાળ તરફ ગબડવા લાગ્યા હતા.જે બાદ ચાલક તેને રોકવા પ્રયાસ કર્યો હતો આ દરમિયાન આર જે 47 GA 5767 નંબરનો ટ્રક બીજા ટ્રકની એક દમ નજીક આવી ગયો હતો. બીજા ટ્રક અને પોતાના ટ્રકને બોનેટ વચ્ચે ફસાઈ જતા તેનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતું. બનાવ બાદ મૃતકને હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘંટના અંગે મૃતકના બનેવી રામ અવતાર છેતરમલ ગુર્જરે તાલુકા પોલીસમથકમાં જાણ કરી હતી જેના આધારે તાલુકા પોલીસે એડી નોંધ કરી તપાસ હાથ ધરી હતી.
મોરબીના આંદરણામાં વિચિત્ર અકસ્માત, પોતાના જ ટ્રક હડફેટે ચઢી જતા ચાલકનું મોત
મોરબીના આંદરણા ગામ નજીક આવેલ હોટેલ પાસે એક ટ્રક ચાલક તેના ટ્રેકની હેન્ડ બ્રેક લગાવ્યા વિના નીચે ઉતરી ગયો હતો જે બાદ અચાનક ટ્રક ગબડવા લાગ્યો હતો જેને રોકવા જતા આ ટ્રક અન્ય એક ટ્રક સાથે અથડાયો બને ટ્રક વચ્ચે ચાલક દબાઈ જતા તેનું મોત નિપજ્યું હતું.

