HomeGujaratમોરબી જિલ્લામાં મેઘરાજાની ફરી તોફાની ઇનિંગ , 24 કલાકમાં એક ઇંચથી...

મોરબી જિલ્લામાં મેઘરાજાની ફરી તોફાની ઇનિંગ , 24 કલાકમાં એક ઇંચથી ૩ ઇંચ સુધી વરસાદ નોધાયો

મોરબી જિલ્લામાં શનિવારે દિવસ દરમિયાન છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા વરસ્યા બાદ સાંજના સમયે વરસાદી માહોલ બંધાયો હતો અને માળિયામાં સાંજે ૪ વાગ્યાથી શરુ થયેલી સવારે આખી રાત ધીમી ગતી ચાલુ રહી હતી તો મોરબી ટંકારા અને વાંકાનેરમાં પણ 6 વાગ્યા પછી વરસાદી માહોલ સર્જાયો હતો અને ક્યાંક હળવા તો ક્યારે પવન સાથે તોફાની ઝાપટા સાથે વરસાદ પડ્યો હતો તેમજ આખી રાત વરસાદી માહોલ રહ્યો હતો મોરબી જિલ્લામાં શનિવારે 6થી રવિવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાક માં નોધાયેલ વરસાદના આંકડા જોઈએ તો માળિયામાં 58મીમી (સવા બે ઇંચ) ,મોરબીમાં 65(અઢી ઇંચ)  મીમી ટંકારા 73 (પોણા ત્રણ ઇંચ)  વાંકાનેર 34 દોઢ ઇંચ  મીમી જયારે હળવદમાં 52 (બે ઇંચ)  વરસાદ નોધાયો હતો

મેઘરાજા ની તોફાની બેટિંગ રવિવારે સવારે પણ યથાવત રહી હતી અને રવિવારે સવારે 6  થી 8 દરમિયાન પણ તમામ તાલુકામાં નોધાયો હતો તાલુકા મુજબ જોઈએ તો માળીયામાં 25 મીમી (એક ઇંચ) મોરબી 35 મીમી (દોઢ ઇંચ )ટંકારા ૭ મીમી  વાંકાનેર 13 મીમી (અડધો ઇંચ ) અને હળવદમાં 15 મીમી (અડધો ઇંચ)વરસાદ નોધાયો હતો

મોરબી જિલ્લામાં થયેલા વરસાદને પગલે જિલ્લાના તમામ નાના મોટા ડેમમાં પાણીની પુષ્કળ આવક નોધાઇ છે જેના 10માંથી 3 ડેમમાં ગેટ ખોલી પાણી રીલીઝ કરાયું છે તો મચ્છુ 1 ડેમ ૧૦૦ ટકા સપાટીએ ભરાઈ જતા 0.06મીટરે પાણી ઓવર ફલો થઇ મચ્છુ નદીના નીચાણવાળા પ્રવાહ તરફ વહેતું થયું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW