મોરબીમાં કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા જિલ્લા પંચાયત મોરબીના સંયુક્ત ઉપક્રમે પહેલીવાર જિલ્લા સ્તરીય “Art Championship – 2025”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી (DDO) પ્રજાપતિના વિશેષ માર્ગદર્શન હેઠળ તા. 7 સપ્ટેમ્બર, 2025ના રોજ શ્રી સરસ્વતી શિશુ મંદિર, સનાળા રોડ મોરબી ખાતે યોજાશે. આ સ્પર્ધાનો હેતુ મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓની કલાત્મક પ્રતિભાને યોગ્ય મંચ પૂરો પાડવાનો છે, જેથી તેઓ ભવિષ્યમાં પોતાની સર્જનાત્મકતાને રાજ્ય, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરી શકે.
સ્પર્ધાની ખાસિયતો :
જિલ્લા પંચાયત – મોરબી તરફથી વિજેતાઓને રોકડ ઇનામ આપવામાં આવશે.
દરેક ગ્રુપના વિજેતાઓને ટ્રસ્ટ તરફથી આકર્ષક ગિફ્ટ્સ તથા વિશેષ પબ્લિસિટી મળશે.
તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને Certificate of Participation.
દરેક સ્પર્ધક માટે ખાસ ભેટ અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે.
આ સ્પર્ધાના વિષયો STD 3 to 5 : (૧) શ્રી કૃષ્ણનો માખણ ચોરતો પ્રસંગ (૨) ચંદ્ર પર ઘર (૩) મારું જાદુઈ રમકડું, STD 6 to 8 : (૧) સમુદ્ર મન્થન (૨) મારો પ્રિય સુપરહીરો દુનિયાને બચાવે (૩) પક્ષીઓનું આકાશ, STD 9 to 10 : (૧) મહાભારતનું કુરુક્ષેત્ર યુદ્ધ (૨) વૃદ્ધોની વાત – યુવાઓની જવાબદારી (૩) મોરબીનું હોનરાત, STD 11 to 12 : (૧) ભગીરથ દ્વારા ગંગા અવતરણ (૨) AI અને માનવતા (૩) ઝૂલતા પુલની દુર્ઘટના, College & Others : (૧) વિષ્ણુનું વિરાટ સ્વરૂપ દર્શન (૨) મારું ભારત : 2047 (૩) સમયનું ચક્ર રહેશે.
સ્પર્ધાના નિયમો :
1. નોંધણી ફરજિયાત રહેશે.
2. સ્પર્ધકોએ પોતાના વય પ્રમાણેનો ગ્રુપ પસંદ કરવો પડશે.
3. સમય મર્યાદા : 2 કલાક.
4. ડ્રોઇંગ પેપર A3 સાઇઝનું રહેશે.
5. ક્રેયોન/વોટર કલર/ઓઇલ પેસ્ટલ્સ બધું માન્ય રહેશે.
6. વિષય યાદીમાંથી માત્ર એક વિષય પસંદ કરવો.
7. નામ, ધોરણ અને સ્કૂલ/કોલેજનું નામ ડ્રોઇંગની પાછળ સ્પષ્ટ લખવું.
8. સમયસર હાજરી આપવી ફરજિયાત રહેશે.
9. જજિસનો નિર્ણય અંતિમ રહેશે.
10. દરેક ભાગ લેનારને પ્રમાણપત્ર આપવામાં આવશે.
નોંધણી માટે :
Registration Link : https://kalyangcg.in/
Official WhatsApp Group : https://chat.whatsapp.com/EPAGIT3s7rN5IzGp3OcKGV?mode=ac_t
હેલ્પલાઇન નંબર (Registration માટે મદદરૂપ):
પ્રમુખ ગૌરવભાઈ જાની- 99989 06800
શાળા, કોલેજો તથા ખાનગી ક્લાસીસને વિનંતી છે કે વિદ્યાર્થીઓને આ સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરે. આ માત્ર સ્પર્ધા જ નહીં, પણ- મોરબીનો સાચો આર્ટ ચેમ્પિયન શોધવાનો પ્રયાસ છે.

