HomeGujaratમોરબીના લાલપર નજીક વહેલી સવારે કન્ટેનર ચાલકે બાઇકને ટક્કર મારતા કાકા ભત્રીજાનું...

મોરબીના લાલપર નજીક વહેલી સવારે કન્ટેનર ચાલકે બાઇકને ટક્કર મારતા કાકા ભત્રીજાનું કમકમાટી ભર્યુ મોત

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર જાંબુડીયા ગામ પાસે વહેલી સવારે એક કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકમાં સવાર કાકા ભત્રીજાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે તાલુકા પોલીસ દ્વારા મૃતકના પરિવારની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

જીવલેણ અકસ્માત માટે બદનામ મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર અવારનવાર ગમખ્વાર અકસ્માત સર્જાય છે જેમાં નિર્દોષ લોકોના લોહી રેડાઈ રહ્યા છે નેશનલ હાઇવે ઓથોરિટી અને વહીવટી તંત્ર દ્વારા અકસ્માતો ઘટાડવા માટે પ્રયાસો કરવામાં આવતા હોવાના દાવાઓ વચ્ચે આજે ફરી એકવાર જીવન અકસ્માતે બે લોકોના ભોગ લીધા હતા. મળતી માહિતી મુજબ મોરબીના લક્ષ્મીનગર ગામમાં રહેતા પ્રેમજીભાઈ મેઘજીભાઇ ભંખોડીયા અને તેમના ભત્રીજા રમેશભાઈ ભંખોડીયા આજે સવારે તેના સ્પ્લેન્ડર બાઈક પર તરણેતરના મેળામાંથી પરત ફરતી હતા ત્યારે લાલપર ગામ નજીક એક કન્ટેનર સાથે અકસ્માત થતાં બન્ને ને ગંભીર ઇજા પહોંચતા બન્નેના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જે બાદ બન્નેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘટના બાદ કન્ટેનર ચાલક ફરાર થઈ ગયો હતો અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.જેની જાણ થતા જિલ્લા ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ટ્રક તેમજ બાઇક સુરક્ષિત સ્થળે ખસેડાવી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW