HomeGujaratમાળીયાના અંજીયાસર ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ, આરોપી ફરાર

માળીયાના અંજીયાસર ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ, આરોપી ફરાર

મોરબી એલસીબી ટીમ માળીયા નજીક પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંજીયાસર ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. અંજીયાસર ગામની સીમમાં ખરો તરીકે ઓળખાતી સીમમાં મચ્છુ નદીના કાંઠે આરોપી  મહમદહનિફભાઇ કાદરભાઇ ભટ્ટી દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવે છે તેવી બાતમી મળતા પોલીસે તે સ્થળે જઈ રેડ કરતા ત્યાંથી 400 લી. દેશી દારુ અને દારૂ બનાવવાનો 1400 લી. આથો મળી કુલ રૂ. 1,15,000નો મુદામાલ મળી આવ્યો હતો. રેડ દરમિયાન આરોપી મહમદહનિફભાઇ કાદરભાઇ ભટ્ટી હાજર ન મળી આવતા પોલીસે તેને ફરાર બતાવી તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW