HomeGujarat૨૪ કલાકમાં રાજ્યના ૨૧૨ તાલુકાઓમાં વરસાદ: વલસાડના પારડી તાલુકામાં સૌથી વધુ ૪...

૨૪ કલાકમાં રાજ્યના ૨૧૨ તાલુકાઓમાં વરસાદ: વલસાડના પારડી તાલુકામાં સૌથી વધુ ૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ગત 24કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જે અંતગર્ત સૌથી વધુ વલસાડ જિલ્લાના પારડી તાલુકા માં 4 ઇંચ જેટલો અને ધરમપુર તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, આ ઉપરાંત નવસારીના ખેરગામ, વલસાડના કપરાડા તેમજ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે,તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SEOC,ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે,

આજે તા, 22ઓગસ્ટ ,2025ના રોજ સવારે 6:00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 681.14 મિમી એટલે કે 77.24 % નોંધાયો છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 80.51 %, કચ્છ વિસ્તારમાં 80.26%, સૌરાષ્ટ્ર માં 77.39% ,ઉત્તર ગુજરાતમાં 75,87% અનેં સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાત માં 73.40 % સરેરાશ વરસાદ વરસ્યો છે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમા માછીમારોને તા. 22 થી 25 ઑગસ્ટ ,2025 સુધી દરીયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.

SEOCના અહેવાલ મુજબ સવારે 8કલાક સુધી માં નર્મદા ડેમ 80.84% રાજ્ય અન્ય જળાશયો 75.74% ભરાય ગયા છે અને 73 ડેમ ને હાઈ એલર્ટ ,35 ડેમ એલર્ટ અને 16 ડેમ માટે વોર્નિંગ આપી છે.

રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા.1જૂન ,2025 થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા 5,205 નાગરિકો નું સુરક્ષિત સ્થળે સ્થળાન્તર કરવામાં આવ્યું છે તેમજ 900 નાગરિકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે આ ઉપરાંત 01 NDRF ની અને SDRF ની ટીમ હેડ કવાટર કહતે રિઝર્વ રાખવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW