માળિયાના ખાખરેચી ગામે રહેતા રમજાનભાઇ અબ્દુલભાઇ લંધાણીએ આરોપી ગોપાલભાઇ પોપટભાઇ શિયાળ, વિજયભાઇ પોપટભાઇ શિયાળ, નવઘણભાઇ છેલાભાઇ શિયાળ અને દિનેશભાઇ છેલાભાઇ શિયાળ વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરિયાદી બે વર્ષ અગાઉ આરોપી ગોપાલભાઇ શિયાળને ત્યા ડ્રાઇવિંગ કરતા હોય ત્યારના ઉપાડના રૂપીયાની લેતી દેતી બાબતનો ખાર રાખી ગત તા. 19/08/2025ના રોજ બપોરના ત્રણેક વાગે આ ચારેય આરોપીઓ રમજાનભાઈની દુકાન પાસે લાકડાઓના ધોકા લઇ આવતા રમજાનભાઈ દુકાનની બહાર આવતા ચારેય આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ રમજાનભાઈને ભેગા મળી શરીરે હાથે-પગે તથા વાંસાના ભાગે લાકડાના ધોકા વતી મુંઢ માર મારી રમજાનભાઈની દુકાનની બહાર પડેલ વેલ્ડીગનો સામાન બળજબરીથી લઇ ગયા હતા. આ બનાવ મામલે રમજાનભાઈની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

