HomeGujaratસુરતમાં તહેવારોની રજામાં તસ્કરો બેફામ ડાયમંડ કંપનીમાં 25 કરોડના હીરાની ચોરી

સુરતમાં તહેવારોની રજામાં તસ્કરો બેફામ ડાયમંડ કંપનીમાં 25 કરોડના હીરાની ચોરી

 

તહેવારોની રજામાં સુરતના કાપોદ્રામાં ડી.કે.એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા. કંપનીની ઓફિસની તિજોરી કટરથી કાપીને 25 કરોડના હીરા, રોકડની સાથે સાથે CCTV-DVR પણ તસ્કરો લઈ ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ DCP, ACP, શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિત FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં છેલ્લા ત્રણ દિવસની જાહેર રજાઓનો લાભ ઉઠાવીને તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો છે. કપૂરવાડી ખાતે આવેલા આ હીરા કારખાનાના ચોથા માળેથી રફ હીરા અને રોકડની ચોરી થઈ છે.

તસ્કરો માત્ર હીરા અને રોકડ જ નહીં, પરંતુ ચોરીના કોઈ પુરાવા ન રહે તે માટે ફેક્ટરીના તમામ CCTV કેમેરાની તોડફોડ કરી અને DVR પણ ઉઠાવી ગયા છે. પોલીસ દ્વારા હવે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી તસ્કરો અંગે કોઈ માહિતી મળી શકે. આ ઘટનાને કારણે હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ફેલાયો છે અને સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ ચાલી રહી છે.

આ સમગ્ર મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, ત્રણ દિવસની રજા હોવાથી તસ્કરો ક્યારે આવ્યા અને ચોરી કરી છે તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. ઇન્વૉઇસ બિલ પ્રમાણે લગભગ 25 કરોડથી પણ વધુના હીરાની ચોરી થઈ છે. અમે નજીકના કેમેરાની તપાસ કરી રહ્યા છીએ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW