મોરબી જિલ્લા કોંગ્રેસમાં વર્ષોથી જોડાયેલા તેમજ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના પ્રદેશ પ્રમુખ કાંતિલાલ બાવરવા એ આજે કોંગ્રેસ સાથે સંકળાયેલ વિવિધ સંગઠનના હોદ્દા તેમજ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદ પરથી રાજીનામુ આપી કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે તેઓએ આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને લેખિત રાજીનામુ આપી દીધું છે તેઓએ મોરબી જિલ્લામાં સ્થાનિક લેવલથી કોંગ્રેસ દ્વારા અવગણના કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો તેમજ આ બાબતે પ્રદેશ કક્ષા એ થી પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં અંતે રાજીનામું આપવા તૈયાર થયા હોવાનું જણાવ્યું હતું અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને તેમનું રાજીનામું મંજૂર કરવા જણાવ્યું હતું

