હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે હળવદના ખેતરડી ગામે નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં એક બોલેરો પીકઅપ ગાડીમાંથી 350 લીટર દેશી દારૂ તેમજ પાયલોટીંગ કરનાર બાઈક સાથે ત્રણ ઇસમો ખોડાભાઇ ઉર્ફે કે.પી. પ્રેમજીભાઇ ગડેશા, અજીતભાઈ બાલાભાઈ થરેશા અને અનીલભાઇ કરણભાઇ દેકાવાડીયાને પકડી પાડી દેશી દારૂ કિં રૂ.- 70,000, બોલેરો કાર અને બાઈક મળી કુલ કિ.રૂ.- 6,20,000નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

