વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે લુણસર ગામમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ગામના ઉગમણા ઝાપ વિસ્તારમાં જુના અવેળા પાસે જાહેરમાં જુગાર રમતા લાલજીભાઇ કુકાભાઇ લાલુકીયા, પંકજભાઇ ખીમજીભાઇ વાટુકીયા અને દિનેશભાઇ ખીમજીભાઇ ધોરીયાણી નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ તેની પાસેથી મળેલ કુલ રૂ.- 5,200 નો મુદામાલ પોલીસે કબ્જે કરી તે તમામ વિરુદ્ધ જુગારધારા એકટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્વાહી હાથ ધરી છે.

