મોરબી શહેરમાં ચાલુ વર્ષે વરસાદને પગલે મોટાભાગના વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ ગયા બાદ નિકાલ ન થવો, કચરા ન સમયસર નીકાલ ન થવા, રોડ પર ખાડાઓ, સ્ટ્રીટ લાઈટ બંધ થવા સહિતના અનેક પ્રશ્નો ઉઠ્યા હતા લોકોના વિરોધ બાદ તંત્રે યુધ્ધના ધોરણે સમસ્યા ઉકેલવા મથામણ શરૂ કરી છે અલગ અલગ વોર્ડ વિસ્તાર અને મુખ્ય માર્ગો પર ખાડામાં પેચ વર્ક, ભૂગર્ભ ગટર સફાઈ, સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા સહિતની કામગીરી ચાલી રહી છે આ કામગીરી ગુણવતા યુક્ત થાય અને લોકોને એક ના એક સમસ્યા નો વારંવાર સામનો ન કરવો પડે તેવું કામ થાય તે ચકાસવા અવાર નવાર મનપા કમિશનર ,ક્લેક્ટર ધારાસભ્ય સહિતના ઓચિંતી તપાસ કરી રહ્યા છે ત્યારે ગત રાત્રે પણ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી મનપાના વહીવટદાર અને જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરી, મનપાના અધિકારી અને કર્મચારી વગેરે મોરબીના વિવિધ કામની ચકાસણી કરી હતી.
આ તકે ધારાસભ્ય કાંતિભાઈએ જણાવ્યું હતું કે, આગામી 2 તારીખ સુધીમાં શહેરના લગભગ વિસ્તારમાં નાના કામ પૂર્ણ થઈ જશે અને તા. 5 થી દર પંદર દિવસ ના અંતરે શહેરના વિવિધ વિસ્તારોમાં 5- 5 મોટા કામ શરૂ કરવામાં આવશે. હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં થતા આંદોલનને લઈ જણાવ્યું હતું કે આંદોલન કરવા વાળા આંદોલન કરે અમે લોકોના કામ કરીશું ચુંટણી નજીક આવે એટલે વિરોધ પક્ષ વિરોધ કરે વિરોધ પક્ષ એનું કામ કરે અમે અમારું કામ કરીએ.

