HomeGujaratમોરબીના શનાળા નજીક એક યુવકના રૂ. 3.50 લાખ ભરેલ થેલાની લૂંટ

મોરબીના શનાળા નજીક એક યુવકના રૂ. 3.50 લાખ ભરેલ થેલાની લૂંટ

મોરબી – રાજકોટ હાઇવે પર આવેલા શનાળા ગામ. પહેલા આવેલા લીમડા વાડી મેલડી માતાજીના મંદિર પાસે રાત્રિના 10 વાગ્યાની આસપાસ એક યુવક રૂ.3.50 લાખ ભરેલું બેગ લઈને ઊભો હતો તે દરમિયાન એક અજાણ્યો શખ્સ ઓચિંતો તેની પાસે આવી ગયો હતો અને થેલો ઝૂંટવવા પ્રયાસ કર્યો હતો યુવકે થેલો બચાવવા પ્રયાસ કર્યો હતો અને બન્ને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી અને બેગ તૂટી જતા રૂપિયા ભરેલું બેગ લઈ આરોપી ફરાર થઈ ગયો હતો બનાવ બાદ યુવકે બૂમો પાડતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા પરંતુ આરોપી નજર ચુકવી ગુમ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે બનાવ બાદ યુવક અને કેટલાક લોકો ફરિયાદ નોંધાવવા એ ડિવિઝન પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સતર્ક થઈ હતી અને અલગ અલગ ટીમ બનાવી હતી લૂંટ ચલાવનાર શખ્સ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા હતા

 

મળતી માહિતી મુજબ મોરબીના શનાળા ગામ નજીક રહેતો ઘનશ્યામભાઈ સૂરાણી નામનો યુવક તેના ઘરની સામેના ભાગે આવેલી લીમડા વાળા મેલડી માતાના મંદિર પાસેથી ઉભો હતો અને તેની પાસે એક બેગ હતું જેમાં અંદાજિત 3.50 લાખ જેટલી રકમ પડી હતી આ થેલો લઈને મંદિર પાસે ઊભો હતો તે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેની નજીક ધસી આવ્યો હતો અને અચાનક ઝડકો મારી બેગ છીનવવા પ્રયાસ કર્યો હતો જોકે યુવકે બેગ બચાવવા આરોપી સાથે ઝપાઝપી કરી હતી થેલો બચાવવા ના પ્રયાસ દરમ્યાન બેગ તૂટી જતા આરોપી રૂપીયા ભરેલો થેલો ઝૂંટવવામાં સફળ થયો હતો.આ ઘટનાને પગલે ઘનશ્યામભાઈએ બુમાબુમ કરી મૂકતા આસપાસના લોકો એકઠા થયા હતા પણ તે પહેલા બેગ છીનવી જનાર શખ્સ ગુમ થઈ ગયો હતો.બનાવ બાદ યુવક અને કેટલાક લોકો ફરિયાદ નોંધાવવા એ ડિવિઝન પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સતર્ક થઈ હતી અને અલગ અલગ ટીમ બનાવી હતી લૂંટ ચલાવનાર શખ્સ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા હતા.

બનાવ ને પગલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ અને એલસીબી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક એ ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હોવાની પ્રાથમિક વિગત પોલીસ સૂત્રો પાસેથી મળી રહી છે અને પોલીસે આરોપી ને અજ્ઞાત વાશે લઈ તપાસ હાથ ધરી છે જોકે આરોપી અગાઉં પણ લૂંટ ચોરી સહિતના ગુનામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે એલસીબી અને એ ડિવિઝન પોલીસે આરોપીની પૂછતાછ હાથ ધરી ને રૂપિયા રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW