મોરબીથી નવલખી તરફ જતા રેલ્વે ટ્રેક પર નવલખી રોડ પર આવેલ બહુચર ફાર્મની સામે આજે એક અજાણ્યા યુવક ટ્રેન નીચે ઝંપલાવ્યું હતુ ઘટનાને પગલે યુવકનું ઘટના સ્થળે મોત થઇ ગયું હતું અને શરીરના પણ અલગ અલગ ટુંકડા થઇ ગયા હતા, બનાવ બાદ ટ્રેન થોડી વાર માટે ઉભી રહી ગઈ હતી ઘટના બાદ મૃત દેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગેની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે


