મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડને ખાનગી રાહે મળેલ બાતમી મળી કે, વાંકાનેર વીરપર ગામે રહેતા મનીષ ઉર્ફે મનોજભાઈ રામજીભાઈ મકવાણા પોતાના વીરપર ગામમાં આવેલ સોરસગો તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીના શેઢે દેશી પીવાનું દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવતા હોવાની ચોક્કસ માહિતીના આધારે પોલીસે તે સ્થળે રેડ કરતા ત્યાંથી 275 લી. દેશી દારૂ રુ.- 55,000, 2600લી. દેશી દારૂ બનાવવાનો આથો રુ.- 65,000 અને ભઠ્ઠી ચલાવવાના સાધનો સહીત કુલ રૂ.- 1,31,800 નો મળેલ મુદ્દામાલ પોલીસે કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

