HomeGujaratમોરબી શહેરના અલગ અલગ વિસ્તારના રોડ અને સ્ટ્રીટ લાઈટની ફરીયાદોનો નિકાલ કરાયો

મોરબી શહેરના અલગ અલગ વિસ્તારના રોડ અને સ્ટ્રીટ લાઈટની ફરીયાદોનો નિકાલ કરાયો

મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદની સાથે સાથે જાણે મુસીબત પણ વરસાદ વરસી હોય તેમ અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થવા  રસ્તા પર મસ મોટા ખાડા પડી જવા અને સ્ટ્રીટ લાઈટ ની ફરિયાદોના નિકાલ ન થવાની ફરિયાદો ઉઠી છે ત્યારે મનપા તંત્ર દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે અલગ અલગ વિસ્તારમાં રોડ રસ્તાના રીપેરીંગ કામગીરી હાથ ધરી છે

મહાનગર પાલિકા કચેરી દ્વારા શેહરના સુપર સિનેમાથી ચિત્રકૂટ સિનેમા સુધીના રોડ,માધાપરથી આસ્વાદ પાન વિજય નગરથી આલાપ પાર્ક નાની કેનાલ રોડ અને શ્રીકુંજ સોસાયટીથી બાયપાસ સુધીનો રોડ તેમજ લાયન્સ નગર વિસ્તારમાં વેટ મિક્સ નાખી રોડ રીપેરીંગ કામગીરી હાથ ધરી હતી આ ઉપરાંત લાતી પ્લોટ વિસ્તારમાં પણ તાત્કાલિક રોડ રીપેર કરાયો હતો કેટલાક વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ અંગેની ફરિયાદ પણ સામે આવતા મનપા તંત્ર દ્વારા અલગ અલગ વિસ્તારમાં ૩૯ નવી લાઈટ અને 65 બંધ લાઈટ રીપેરીંગ કરી શરુ કરવામાં આવી છે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW