HomeGujaratમોરબી LCBએ ચરાડવા સહિત ત્રણ મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો, સોના ચાંદીના...

મોરબી LCBએ ચરાડવા સહિત ત્રણ મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો, સોના ચાંદીના દાગીના સાથે ચાર શખ્સોની ધરપકડ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવામાં આવેલા પ્રસિદ્ધ મહાકાળી આશ્રમના તાળા તોડી  મંદિરની દાન પેટીની રોકડ રકમ અને દાગીના સહિતની ચોરી થયા હોવાની હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે પોલીસે અલગ-અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી. તેમજ ટેકનિકલ સેલ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી તપાસ કરતા બાતમી મળી હતી કે, હળવદમાં ફુલ જોગણી મેલડી માતાજીના મંદિરની બાજુમાં આવેલા ક્રિષ્ના પાર્કના ખરાબામાં રહેતા કેટલાક શખ્સો પાસે ચરાડવાના મહાકાળી મંદિરમાં થયેલી ચોરીનો મુદ્દામાલ હોય અને તેઓ બરોબર વેચવાની પેરવી કરી રહ્યા હોય આ બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા સ્થળ પર દરોડો પાડ્યો હતો અને મહેશ રાજુ ધધાણીયા, પરબતભાઈ નાજાભાઈ સરૈયા, પ્રતાપ ત્રિભુવનભાઈ ઉર્ફે તભાભાઈ દેવીપુજક ચેતન ઉર્ફે ચેતલો પરબત જાગરીયાને ઝડપી લીધા હતા.

બનાવ બાદ એલસીબીએ સ્થળ પરથી રૂપિયા 39,750 નું ચલણી નોટો રૂ5755 ના ચલણી સિક્કા તેમજ 1000ની કિંમતનો ધાતુનો હાર સોનાની નથરી વળી શેર, બે લાખની કિંમતની એક કાર સહિત રૂ.2.91 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો અને તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
દિવસે દર્શનના બહાને રેકી કરતા રાત્રે ચોરી કરતા
પોલીસની પૂછપરછ દરમ્યાન આરોપીઓએ કબુલાત કરી હતી કે, તેઓ દિવસ દરમિયાન જે તે મંદિરમાં દર્શનના બહાને જતા હતા અને તેની રેકી કરી લેતા હતા. બાદમાં રાત્રિના સમયે મોકો જોઈ મંદિરોના તાળા તોડી દાનપેટી અને દેવસ્થાનમાં ચડાવેલા દાગીનાઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અગાઉ પણ આ લોકો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તેમજ વસ્તડી મેલડી માતાજીના મંદિરમાં પણ ચોરી કરી હોવાની કબુલાત કરી છે
ત્રણ આરોપીઓ સામે અગાઉ પણ અલગ અલગ કલમો હેઠળ નોંધાઈ ચૂક્યા છે ગુના
આરોપી પરબત નાચા સરવૈયા સામે અપહરણ અને પોક્સો એક હેઠળ ગુનો દાખલ થયેલો છે, જ્યારે મહેશ રાજુ ધધાણીયા સામે હળવદ અને મોરબી સીટીમાં અલગ અલગ કલમો હેઠળ ગુના દાખલ થયેલા છે. આ ઉપરાંત પ્રતાપ ત્રિભોવન નામના આરોપી સામે પણ બનાસકાંઠા જિલ્લાના રાધનપુર પોલીસ ખાતે મારામારીના બે ગુનાઓ નોંધાવવા હોવાનું પણ સામે આવ્યું છે.
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW