માળીયા મિયાણાના જસાપર ગામે રહેતા વિપુલભાઇ વિનોદભાઇ ડાંગર નામના યુવાને ગઈકાલના રોજ કોઈપણ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે માળીયા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

