માળિયા મિયાણા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, હળવદ તરફથી GJ-09-BN-3021 નંબરની એક ક્રેટા કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી કચ્છ તરફ જવાની હોય તેવી ચોક્કસ મળેલ બાતમીના આધારે હરીપર ગામના બ્રીજ નજીક પોલીસે પંચો ગોઠવ્યા હતા. જે કારનો ચાલક રોડ ઉપરથી પોલીસ ટીમને જોઈ જતા કાર મૂકી નાશી ગયો હતો. જે બાદ પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 242 બોટલો, 552 બીયર ટીન અને અન્ય મુદામાલ મળી કુલ રૂ.- 8,91,440નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તેમજ ફરાર આરોપી વિરુદ્ધ પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

