HomeGujaratમોરબીના સિરામિક એકમમાં ૬ માસનો બાળક ગરમ રાખમાં પડતા દાઝ્યો ,સારવાર દરમિયાન...

મોરબીના સિરામિક એકમમાં ૬ માસનો બાળક ગરમ રાખમાં પડતા દાઝ્યો ,સારવાર દરમિયાન મોત

મોરબી ના સિરામિક ફેકટરીમાં કામ કરતા પર પ્રાંતીય શ્રમિક પરિવારના બાળકો અવાર નવાર રમતા-રમતા બાળકો અવાર નવાર લોડર હડફેટે ચઢી જવા કે ગરમ રાખમાં દાઝી જવાથી મોત થઇ રહ્યા છે સામાન્ય રીતે ફેકટરીમાં કામ કરતા શ્રમિકોના બાળકો માટે ફેક્ટરી ધારકોને ઘોડિયાઘરની વ્યવસ્થા કરવાની હોય છે પરંતુ મોટા ભાગના  ફેક્ટરી ધારકો આ પ્રકારની વ્યવસ્થા ન કરતા હોવાથી શ્રમિકોના બાળકો તેના માતા પિતા સાથે જ હોય છે જેના કારણે ગંભીર અકસ્માતનો ભોગ બનતા હોય છે.

ત્યારે મોરબીમાં આવી જ એક બેદરકારીનો ભોગ લખધીરપુર પાસે આવેલી એક ફેકટરીમાં બની હતી જેમાં  મોરબીના લખધીરપુર રોડ સ્થિત કાલી સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતા મહેશભાઈ રાઠવાનો 6 માસનો પુત્ર અંકિત કારખાના પરિસરમાં રમી રહ્યો હતો.

31 મે ની રાત્રે લગભગ 9 વાગ્યાના સુમારે બાળક પર અચાનક સિરામિકની ગરમ રાખ પડી ગઈ. ગંભીર રીતે દાઝી ગયેલા બાળકને તાત્કાલિક સારવાર માટે મોરબીની સમર્પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.પ્રાથમિક સારવાર બાદ બાળકની સ્થિતિ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું  હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી છે. પોલીસે ઘટનાની નોંધ લઈને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW