HomeGujaratમોરબી જિલ્લામાં એક મહિલા સહિત 3 લોકો કોરોના પોઝિટિવ

મોરબી જિલ્લામાં એક મહિલા સહિત 3 લોકો કોરોના પોઝિટિવ

દેશભરમાં કોરોના ની નવી લ્હેર ઝડપથી પ્રસરી રહી છે છેલ્લા એક સપ્તાહમાં સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના પોઝીટીવ કેસ માં વધારો નોંધાયો છે ત્યારે મોરબી જિલ્લામાં પણ હવે કોરોનાની રિ એન્ટ્રી જોવા મળી છે મોરબી જિલ્લામાં એક મહિલા. અને  બે યુવાનના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જેમાં ટંકારાની 44 વર્ષીયને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યારે મોરબીના બે યુવાન પોઝીટીવ હોય પણ સ્થિતિ સામાન્ય હોવાથી હોમ આઇસોલેટ હોવાનું સામે આવ્યું છે

હાલ ઉનાળુ વેકેશન પૂર્ણ થવાની તૈયારી છે વેકેશનમાં ફરવા ગયેલા લોકો હવે પરત ફરી રહ્યા છે આવા સમયે  સતત વધી વધી રહેલા કોરોના કેસ ફરી એકવાર ચિંતાનું કારણ બની રહ્યા છે હજુ સરકાર દ્વારા કોઈ ગાઇડ લાઇન જાહેર કરી નથી ત્યારે આવી સ્થિતિમાં લોકો સ્વૈચ્છિક રીતે માસ્ક પહેરવા,  સેનિટાઇઝ થવા , બિન જરૂરી ભીડમાં જવાનું ટાળે શક્ય હોય ત્યાં સોશ્યલ ડિસ્ટન્સ રાખે તેમજ જો કોરોના ના લક્ષણ જોવા મળે તો તુરત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે તે જરૂરી બન્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW