HomeGujaratપુત્રી ઉપર દુષ્કર્મ કરનારા સાવકા પિતાની હત્યાનો માતા સામે ગુનો નોધાયો

પુત્રી ઉપર દુષ્કર્મ કરનારા સાવકા પિતાની હત્યાનો માતા સામે ગુનો નોધાયો

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ એક ફેક્ટરીમાં ગત ગુરૂવારે મોડી રાત્રે એક મહિલા એ તેના જ પતિની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી, જોકે આ હત્યા પાછળ નું કારણ સામે આવતા ખુદ મૃતક સામે જ ફિટકાર વરસી હતી. મૃતકે તેની સાવકી દીકરી જે મુક બધિર હોય પોતાની કોઈ વાત કહેવા પણ સક્ષમ ન હતી તેના પર પોતાની નજર બગાડી હતી અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પુત્રીને લોહીથી લથપથ હાલતમાં જોઈ જતા માતા પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ બની હતી અને આ માતાએ તેના જ પતિની હત્યા કરી હતી. ઘટના બાદ મૃતકને સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જ્યારે પુત્રીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી આ ઘટનાની જાણ થતાં પોલીસ પહોચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી અને મૃતકના ભાઈની ફરિયાદ લઈ મહિલા વિરુદ્ધ બી એન એસ કલમ 103(1) મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના પીઆઈ એસ કે ચારેલ વધુ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW