મોરબીમાં ગુરુવારે રાત્રે માનવતાને શર્મસાર કરતી ઘટના બની હતી. જેમાં એક સાવકા બાપે તેની આશરે 25 વર્ષની ઉમરની મુક બધીર પુત્રીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ ઘટનાની જાણ યુવતીની માતાને થતા તેનો રોષ સાતમાં આસમાને પહોચી ગયો હતો અને પોતાના જ પતિને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આ બનાવની જાણ કરતા મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારના એક નરાધામ સાવકા બાપે માનવતા લજવે તેવી ઘટનાને અંજામ આપ્યો હતો. કોઈ અજાણી વ્યક્તિ સાથે જે કૃત્ય ન કરે તેવું કૃત્ય પોતાની સાવકી દીકરી સાથે કર્યું હતું. નરાધમ શખ્સની પત્નીના પ્રથમ ઘરની દીકરી પોતાની સાથે રહેતી હતી. તેના પર આ સાવકા બાપે નજર બગાડી હતી અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની જાણ મુક બધીર દીકરીની માતા અને આં શખ્સની પત્નીને થતા તેનો ગુસ્સો સાતમાં આસમાને પહોચ્યો હતો અને આરોપીનું બોથડ પદાર્થના ઘા ઝીકી ઢીમ ઢાળી દીધું હતું અને દીકરીને ગંભીર હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવી હતી ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ની ટીમ તાત્કાલિક સૌ પ્રથમ સિવિલ હોસ્પિટલ પહોચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ કરી હતી તેમજ ઘટનાની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી હતી.

