HomeGujaratછેલ્લા પચીસ વર્ષથી વાપી ટાઉન વિસ્તાર મથકમાં મર્ડરના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને...

છેલ્લા પચીસ વર્ષથી વાપી ટાઉન વિસ્તાર મથકમાં મર્ડરના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને વલસાડ પોલીસે પકડી પાડ્યો

વલસાડ જીલ્લાના નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલા (IPS) નાઓની સુચના અને પો,ઈન્સ. ઉત્સવ બારોટ, એલ.સી.બી વલસાડ નાઓના માર્ગદર્શન મુજબ વલસાડ જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનના મર્ડર, ધાડ- લુંટ, બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ એલ.સી.બી. વલસાડ અધિકારી તથા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી.

આ કામગીરી અન્વયે વાપી ટાઉન વિસ્તારમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી યોગેશ ધીરેન્દ્ર શુકલા રહે. હાલ, વાપી ભડકમોરા ઝુંપડપટ્ટી વિનોદ રમણની ચાલ તા.વાપી જી.વલસાડ મુળ રહે, નગવાખાસ, તા.રૂદ્રપુર જી.દેવરીયા ઉતરપ્રદેશ નાઓ ઘણા વર્ષોથી નાસતો ફરતો હોય જે બાબતે ગુનાના કામે અગાઉ અટક કરેલ આરોપીઓની માહિતી એકઠી કરી વોન્ટેડ આરોપીની તપાસ કરવા સારૂ એક ટીમ આરોપીના મુળ વતન ઉત્તરપ્રદેશ ખાતે મોકલવામાં આવેલ અને ટીમના માણસો દ્વારા આરોપીના વતનમાં કેમ્પ રાખી પોલીસ તરીકેની ઓળખ છતી ન થાય તે રીતે સ્થાનિક બાતમીદારોનું નેટવર્ક ઉભું કરી આરોપીની માહિતી મેળવતા આરોપી હાલમાં વલસાડ ખાતે કાંક રહેતો હોવાની હકીકત મળી આવેલ જે આધારે ટીમના માણસો દ્વારા આરોપીના કૌટુંબીક વિગત આધારે ટેકનિકલ એનાલીસીસ આધારે વર્ક આઉટ કરતા આરોપી વલસાડ ખાતે રહેતો હોવાની પરંતુ આરોપી પોતાના મોબાઇલ નંબરો તેમજ પોતાનું રહેઠાણ સમયાંતરે બદલી નાખતો હોવાનું તેમજ આરોપીના સોશયલ મીડીયાના તમામ એકાઉન્ટોની ઝીણવટ ભરી રીતે તપાસ કરતા આરોપી પોતાના ફોટાઓ સોશયલ મીડીયા એકાઉન્ટો ઉપર અપલોડ કરતો ન હોય જેથી આરોપીના રહેણાંક વિસ્તારમાં ટીમના માણસો દ્વારા છેલ્લા ત્રણેક માસથી વેશ પલટો કરી સતત હાજર રહી સ્થાનિક બાતમીદારોનું નેટવર્ક ઉભુ કરી આરોપી બાબતે વધુ માહિતી ભેગી કરવામાં આવેલ દરમ્યાન અ.હે.કો સહદેવસિંહ રાજેન્દ્રસિંહ, અ.પો.કો ફલદિપસિંહ ધર્મેન્દ્રસિંહ તથા અ.પો.કો હરદિપસિંહ હેતુભાનાઓને આરોપી હાલમાં વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં આવેલ હીરા ફેકટરીની આજુબાજુમા રહેતો હોવાની
અને પત્રકાર તરીકે કામ કરતો હોવાની સયંકુત રીતે બાતમી હકીકત મળી હતી.

જેથી ઉપરોકત આરોપીને ઝડપી પાડવા સારૂ તાત્કાલીક પો.ઇન્સ. ઉત્સવ બારોટ સા. એલ.સી.બી. વલસાડનાઓની સૂચના મુજબ એલ.સી.બી., વલસાડના પો.સ.ઇ. જેબી ધનેશા તથા સ્ટાફના માણસોની એક ટીમ બનાવી આરોપીને શોઘી કાઢવા સારૂ છેલ્લા ત્રણેક માસથી વર્કઆઉટ ચાલુ રાખી આરોપી બાબતે વધુમાં વધુ માહિતી ભેગી કરી ટીમના માણસો વલસાડ શહેરના અલગ અલગ વિસ્તારોમાં હોલ્ટ રાખી સ્થાનિક બાતમીદારોનો સંપર્ક કરી આરોપીની ઓળખ મેળવવા સારૂ સ્થાનિક ફેરિયાઓનો વેશ પહેરી શેરીઓમાં પગપાળા ફરી ચોકક્સ માહિતી મેળવી આરોપીના હયાતીના પુરાવા મેળવી તપાસ કરતા આરોપી યોગેશ ઉફે આનઁદ S/O ધીરેન્દ્ર શકુલાનાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો વધુ તપાસ અર્થે વાપી ટાઉન પો.સ્ટે.માં સુપ્રત કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW