HomeGujaratમાળીયાના મોટા દહિસરા નજીક આવેલ કૃષ્ણાનગર પાસે બિલ્ડરના પુત્ર પર થયેલ ફાયરીંગની...

માળીયાના મોટા દહિસરા નજીક આવેલ કૃષ્ણાનગર પાસે બિલ્ડરના પુત્ર પર થયેલ ફાયરીંગની ઘટના અંગે અજાણ્યા શખ્સ સામે ફરીયાદ દાખલ

મોરબીની મોટી કેનાલ અવની ચોકડી પાસે આવેલ પ્રમુખ એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ હજનાળીના વતની તેમજ બાંધકામનો ધંધો કરતા તરુણભાઈ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઇ ગામીએ આરોપી અજાણ્યા શખ્સ વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી મોટા દહિંસરા નવલખી રોડ ઉપર જીઇબી સ્ટેશન સામે પોતાની GJ-36-R-5350 નંબરની કાર લઇ ઉભા હતા, ત્યારે આરોપી આવી ફરીયાદીની ગાડીનો કાચ ખોલાવી ગાળો આપી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી એકદમ ફરીયાદીને મારી નાખવાના ઈરાદાથી તમંચા જેવા હથિયારથી ફરીયાદી ઉપર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW