HomeGujaratમોરબી માળીયા નેશનલ હાઈવે પર ટ્રકમાં માટીની આડમાં છુપાવેલ બીયરના જથ્થા સાથે...

મોરબી માળીયા નેશનલ હાઈવે પર ટ્રકમાં માટીની આડમાં છુપાવેલ બીયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન સંયુક્ત રાહે બાતમી મળી કે, મોરબી-માળિયા નેશનલ હાઈવે પર RJ-21-GD-0930 નંબરનો ટ્રક ઉભેલ હોય જે ટ્રકમાં રાજસ્થાનથી આવતી સફેદ માટીની આડમાં વિદેશી દારૂ બીયરનો જથ્થો ભરેલ હોય તેવી ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તે સ્થળે પહોચી ટ્રક ચેક કરતા તેમાંથી 112 બીયર ટીન, 1 મોબાઈલ ફોન, અન્ય મુદામાલ તેમજ ટ્રક સહીત કુલ રૂ.- 30,17,992નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તેમજ આ મુદામાલ સાથે આરોપી રાજેન્દ્ર કાનારામભાઈ બાંગળાને પોલીસે પકડી લઇ તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW