HomeGujaratમોરબીમાં એક સપ્તાહમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 71 આસામીઓ ને 32 હજારનો...

મોરબીમાં એક સપ્તાહમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 71 આસામીઓ ને 32 હજારનો દંડ ફટકારતી મનપા

મોરબી મહાનગરપાલિકાની સોલિડ મેનેજમેન્ટ વેસ્ટ શાખા દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બંધ કરવા અને ગંદકી કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગત તારીખ 6 મેથી 11 મે દરમ્યાન શહેરના અલગ અલગ વિસ્તારમાંથી કુલ 71 આસામીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા માટે રૂ. 32,300 નો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત 26 જેટલા આસામીઓને જાહેરમાં ગંદકી કરવા માટે 7500 નો દંડ ફટકારવા ન આવ્યો હતો.

આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવવા માટે ત્રણ આસામીઓને ₹1600 તેમજ જાહેરમાં લઘુ શંકા કરતા એક વ્યક્તિને ₹100 નો દંડ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા જાહેરમાં ગંદકી ન કરવા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા જાહેરમાં કચરો ન સળગાવવા અને શહેરની સ્વચ્છતા જાળવવા માટે લોકોને અપીલ કરી છે નિયમ ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવાની પણ તાકીદ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW