મોરબી શહેરના ટ્રાફિકથી ધમધમતા ગાંધી ચોકથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર રોડ લીલાપર રોડ પુનમ મોબાઈલથી શિવાની સીઝન સ્ટોર સુધીનો રોડ તેમજ સુપર સિનેમાથી ત્રિકોણ બાગ સુધીનો રસ્તો હાલ અત્યંત ખરાબ હાલતમાં છે, તેમાં પણ છેલ્લા બે ત્રણ દિવસ દરમિયાન પડેલા કમોસમી વરસાદને પગલે આ સ્થળે વરસાદી પાણી ભરાવાના કારણે વધુ મોટા ગાબડા પડ્યા છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મોરબી મહાનગર પાલિકા દ્વારા વિજય સિનેમાથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર રોડ લીલાપર રોડ પુનમ મોબાઈલથી શિવાની સીઝન સ્ટોર સુધીનો રોડ તેમજ સુપર સિનેમાથી ત્રિકોણ બાગ સુધીના રોડને રી સર્ફેસ કામગીરીને મંજુરી આપી છે. અગામી દિવસમાં આ તમામ રોડ પર રિસરફેસ કામગીરી શરુ થશે તેવો નાયબ મ્યુનીસીપલ કમિશનરે દાવો કર્યો છે.

