મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ વેરા વસુલાત માટેની કામગીરીમાં ઝડપ જોવા મળી છે જેના ભાગરૂપે ચાલુ વર્ષે લગભગ 22 કરોડથી વધુની વેરાણી વસુલાત થયા બાદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની પણ ઝડપથી વસેલા કરવાની હાથ કરી છે જેના ભાગરૂપે ગત એપ્રિલ મહિનામાં મોરબી મહાનગરપાલિકા વિસ્તારના કુલ 1266 મિલકત ધારકો ને વોરંટ ની બજવણી કરવામાં આવી છે આ મિલકત ધારકોને રૂપિયા 10,000 થી લઈ 50 હજાર રૂપિયા સુધીના વેરા બાકી હોવાનું સામે આવ્યું છે મહાનગરપાલિકા દ્વારા તમામ મિલકત ધારકોને આગામી દિવસોમાં તેના વેરા ભરપાઈ કરવામાં આવે તેવી પાકીટ કરવામાં આવી છે આ ઉપરાંત બાકી રકમ ભરપાઈ ન કરનારને વોરંટ બજવાયા બાદ મિલકતો પણ ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા કરવામાં આવી છે.

