HomeGujaratવાંકાનેર બાઉન્ડ્રી પાસે ટ્રકમાં ભુંસાની આડમાં છુપાવેલ વિદેશી દારૂના જથ્થા સાથે એક...

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટ્રકમાં ભુંસાની આડમાં છુપાવેલ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

મોરબી એલસીબી ટીમ અને પેરોલ ફર્લો સ્કોડ ટીમ વાંકાનેર નજીક પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી RJ-14-GG-5205 નંબરનો ટ્રક રાજકોટ તરફ જનાર છે. જે ટ્રકમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોય તેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસ ટીમ વાંકાનેર બાઉન્ડ્રી પાસે વોચમાં હોય તે સમયે તે ટ્રક ત્યાંથી પસાર થતા પોલીસે ટ્રકને અટકાવી તપાસ કરતા ટ્રકમાં પંજાબ રાજ્યના ભટીંડાથી ગુજરાત રાજ્યમાં મગફળીની ભુંસાની બોરીઓની આડમાં છુપાવેલ ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો બોટલો નંગ- 14,040 રૂ.- 67,69,920નો મુદામાલ મળી આવ્યો હતો. મુદામાલ સાથે પોલીસે ટ્રક ડ્રાઈવર સતારામ કૂશારામ જેશારામજી ખોથ નામના શખ્સને ઝડપી લીધો હતો. તે શખ્સની પૂછપરછ કરતા અન્ય કિશોર સારણ નામના શખ્સનું નામ સામે આવ્યું હતું. પોલીસે ઇંગ્લીશ દારૂના જથ્થો તથા અન્ય મુદામાલ મળી કુલ .રૂ.- 1,02,77,920 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી બને આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW