અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. પોલીસે હેલ્મેટ વગર પકડાયેલા ટુ-વ્હીલર ચાલકોને દંડ કરવાને બદલે તેમના કપાળે કુમકુમ તિલક કર્યું અને હાથે રાખડી બાંધી.
સાયન્સ સીટી રોડ પર ટ્રાફિક પોલીસે ‘હવે તો સમજો’ નામનો જાગૃતિ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમમાં એક વિશાળ મંડપમાં અકસ્માતગ્રસ્ત વાહનોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. સાથે જ માર્ગ સુરક્ષા અંગેની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવી રહી છે.અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) એન.એન. ચૌધરીના હસ્તે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત રોડ સેફ્ટીના કમિશનર સતીષ પટેલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા.
પ્રદર્શનમાં અકસ્માતગ્રસ્ત વાહનો ઉપરાંત માર્ગ સુરક્ષા અંગેના બેનર્સ અને સ્ટેન્ડી મૂકવામાં આવ્યા છે. અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) એન.એન. ચૌધરીએ જણાવ્યું કે, પોલીસ અને નાગરિકોના સંયુક્ત પ્રયાસથી જ માર્ગ અકસ્માતો રોકી શકાશે. લોકો આ પ્રદર્શન જોયા બાદ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સંકલ્પબદ્ધ બની રહ્યા છે.વામાં આવ્યા છે. સતર્કતા ગ્રુપની ટીમે તૈયાર કરેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ અને બુકલેટ્સ લોકોમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવામાં મદદરૂપ બની રહ્યા છે.


