મોરબી એલસીબી ટીમને ખાનગીરાહે બાતમી મળી કે, સામખિયાળી તરફથી એક RJ-32-GD-2544 નંબરનો ટ્રક મોરબી તરફ આવે છે. જે ટ્રકના પાછળના ભાગે તાલપત્રી બાંધેલ હોય તેમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ હોય તેવી ચોક્કસ માહિતીના આધારે માળીયા ભીમાસર ચોકડી પાસે આવેલ ઓવર બ્રિજ પાસે સર્વિસ રોડ નજીક પોલીસ વોચમાં હોય તે સમયે ટ્રક ત્યાંથી પસાર થતા તેને અટકાવી તલાશી લેતા તે ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડની 156 ઈંગ્લીશ દારૂની બોટલો કુલ રૂ.- 63,300ના મુદામાલ મળ્યો તેમજ ટ્રક સહીત કુલ રૂ.- 21,62,660નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કરી મુદામાલ સાથે આરોપી સોહનસીંગ નંદુસીંગ રાવત અને જસવંતસિંહ નેપાલસિંગ રાવત નામના બને શખ્સોને પોલીસે પકડી લઈ પુછપરછ કરતા માલ મોકલનાર ઓમસિંહ ઉર્ફે ઓમ પ્રકાશ રાવતનું નામ સામે આવ્યું હતું. માળીયા પોલીસે તે ત્રણેય શખ્સો વિરુદ્ધ પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

