HomeGujaratટંકારામાં અઢી માસ પૂર્વે કારખાનમાંથી 1.27 લાખના ખુરશી -ટેબલ બારોબાર લઇ જનાર...

ટંકારામાં અઢી માસ પૂર્વે કારખાનમાંથી 1.27 લાખના ખુરશી -ટેબલ બારોબાર લઇ જનાર ટ્રક ચાલક ઝડપાયો

ટંકારાના લજાઈ ગામ ખાતે આવેલી એવન પ્લાસ્ટિક નામની ફેક્ટરીના માલિકને રાજપીપળાના વેપારીએ 1,085 નંગ ખુરશી અને 16 નંગ ટેબલ મળી કુલ રૂ.- 1.27 લાખનો ઓડર આપ્યો હતો. ઓડર મુજબ ગત તા. 30 જાન્યુઆરીના રોજ ફેક્ટરીના માલિકે GJ-14-X-8201 નંબરના આઈસરમાં રવાના કર્યું હતું. જોકે રાજપીપળાના વેપારીને તેમના ઓડર મુજબની ખુરશી-ટેબલ ન મળતા ટંકારાના કારખાનેદાર ને જાણ કરી હતી. જે બાદ કારખાનેદારે તપાસ કરતા આઈસરનો ચાલક અરજણ ઉર્ફે અર્જુનભાઈ ફાતાભાઈ બારીયાએ આ ખુરશીઓ બારોબાર લઈને નીકળી ગયો હોવાનું જાણવા મળતા તેઓએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. જેના આધારે ટંકારા પીઆઈ કેએમ છાસિયા અને તેની ટીમ દ્વારા તપાસ કરી હતી અને અલગ-અલગ સ્થળોના સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીદારોના આધારે અમદાવાદના પઢારા અને કઠલાલ સુધી પગેરું મેળવ્યું હતું. બાતમીના આધારે પોલીસ સ્થળ પર પહોચી આઈસર ચાલક અરજણ ઉર્ફે અર્જુનભાઈ ફાતાભાઈ બારીયાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી 900 નંગ ખુરશી જપ્ત કરી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW