HomeGujaratમોરબી મનપાએ એક મહિનામાં 317 રખડતા ઢોર ડબ્બે પૂર્યાનો દાવો

મોરબી મનપાએ એક મહિનામાં 317 રખડતા ઢોર ડબ્બે પૂર્યાનો દાવો

મોરબી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો હતો, ખાસ કરીને મુખ્ય માર્ગ એવા શનાળા રોડ રવાપર રોડ ગાંધી ચોક વિસ્તાર, જુના બસ સ્ટેશન વિસ્તાર શાક માર્કેટ લીલાપર રોડ સામાંકાંઠે શક્તિ ચોક વિસ્તારમાં સતત પશુઓનો જમાવડો હોવાથી નાના મોટા અકસ્માત થતા તો ક્યારેક આ પશુઓ યુદ્ધે ચઢતા વાહન ચાલકોના જીવનું જોખમ રહેતું હતું.

પાલિકા વખતે એક ખાનગી એજન્સી ને કોન્ટ્રાકટ આપ્યો હતો, પરંતુ ઢોર સાચવવા ગૌશાળા કે પાંજરા પોળ રાજી ન થતી હોવાના કારણે સ્થિતિ જેમને તેમ રહેતી હતી જોકે મનપા બન્યા બાદ આ કામગીરી કમિશ્નર દ્વારા પાલિકાના કર્મીઓને સોપી દીધી છે અને તેમના દ્વારા અલગ અલગ વિસ્તારમાં ઢોર પકડવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા માર્ચ મહિનામાં રવાપર વાઘપરા ગાંધી ચોક નગર દરવાજા ચોક તખ્તસિંહ રોડ, માધાપર રોડ શનાળા રોડ બાપા સીતારામ ચોક, ઉમા ટાઉનશીપ લાલબાગ ગેંડા સર્કલ સર્કીટ હાઉસ જેલ રોડ સહિતના વિસ્તારમાંથી 317 રખડતા ઢોર ડબ્બે પૂરી ગૌશાળામાં મોકલી આપવામાં આવ્યા હોવાનો તેમજ જે પશુ માલિક દ્વારા તેમના ઢોર રોડ પર છોડી મુક્યા હતા તેમને 48 હજારનો દંડ ફટકાર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW