HomeGujarat10મી માર્ચે જિ.પં. ની સામાન્ય સભા મળશે વાર્ષિક બજેટ, 8 આંગણવાડીના રિનોવેશનના...

10મી માર્ચે જિ.પં. ની સામાન્ય સભા મળશે વાર્ષિક બજેટ, 8 આંગણવાડીના રિનોવેશનના ખર્ચ માટે રૂ.13.16 લાખ મુકાશે

આગામી 1 એપ્રિલથી નાણાંકીય વર્ષ શરૂ થનાર છે અને નવા વર્ષમાં મોરબી જિલ્લાના વિકાસ કામો માટે સરકારમાંથી આવતી ગ્રાન્ટ, સ્વ ભંડોળ તેમજ અન્ય જરૂરી આવક અને તેના ખર્ચ માટેનું તૈયાર કરેલા અંદાજ પત્ર રજૂ કરવા, દિવ્યાંગ લાભાર્થી, આંગણવાડી રિનોવેશન માટેની મંજૂરી, સહિતના કામોની મંજૂરી માટે આગામી 10 માર્ચના રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળશે.

આગામી તા.10 માર્ચના રોજ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવા જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા આદેશ કરાયો છે. જેને લઈ પંચાયત દ્વારા તમામ સદસ્યોને એજન્ડા મોકલવામાં આવ્યો છે. આ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતનું  વર્ષ 2025-26ના વાર્ષિક અંદાજ પત્ર રજૂ થશે. તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય તરફથી પ્રસ્તાવ મુકશે, જિલ્લા વિકાસ અધિકારીની સ્વૈચ્છિક ગ્રાન્ટમાંથી 54 દિવ્યાંગ લાભાર્થીઓ માટે વહીલચેરની ખરીદી, યુપીએસસીની પરીક્ષા આપવા માટે 50 વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રૂ.15 હજારનો ખર્ચની મંજૂરી આપવા, જિલ્લા પંચાયતના પ્રમુખની ગ્રાન્ટમાંથી આંગણવાડીના રીનોવેશનના આઠ કામો માટે રૂ.13.16 લાખ મંજુર કરવા, જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરવા, જિલ્લા પંચાયતના વાર્ષિક હિસાબો રજૂ કરવા, જિલ્લા પંચાયતના સ્વ ભંડોળ અને રેતી રોયલ્ટીના બહાલીની અપેક્ષાએ આપેલ તેમજ રજૂ થયેલા કામોને સૈદ્ધાંતિક મંજૂરીની બહાલી આપવા, જિલ્લા પંચાયતના સ્વ ભંડોળના રોયલ્ટી અને વહીવટી કામોને મંજૂરી આપવા, જિલ્લા પંચાયતના નવા બનનાર સ્ટાફ ક્વાર્ટરની મરમત અને નિભાવણી અંગેના ઠરાવને મંજૂરી આપવા, 15માં નાણાંપંચના જિલ્લા કક્ષાના 10 ટકાના આયોજનને બહાલી આપવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW