HomeGujaratમોરબી મનપાને સરકારે બજેટ ફાળવેલા રૂ.255 કરોડને લઇને મોરબી-માળિયા અને ટંકારાના ધારાસભ્યે...

મોરબી મનપાને સરકારે બજેટ ફાળવેલા રૂ.255 કરોડને લઇને મોરબી-માળિયા અને ટંકારાના ધારાસભ્યે CMનો આભાર માન્યો

રાજ્ય સરકારે તાજેતર માં સમગ્ર ગુજરાતના સર્વાંગી વિકાસ ને વેગ આપતું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. જેમાં અલગ અલગ જિલ્લા અને શહેરી વિસ્તારોમાં વિકાસ લક્ષી યોજના માટે આર્થિક ભંડોળની ફાળવણી કરી હતી. ખાસ કરીને તાજેતરમાં જાહેર કરવામાં આવેલી મહાનગર પાલિકાની સુવિધામાં વધારો કરવાના ઉદ્દેશથી 2300 કરોડ જેટલું ફંડ જાહેર કર્યું છે. જેમાં મોરબી મહાનગરપાલિકાને ફાળે અંદાજીત 250 કરોડ જેટલી રકમ મળે તેવી સંભાવના છે. આ રકમ થકી મોરબીમાં આંતરિક વિકાસ થાય તેવી આશા સેવાઈ રહી છે. સરકાર દ્વારા આ જાહેરાત થકી મોરબીનો વિકાસ થાય તેવી આશા સાથે ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયાએ આ બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાણા મંત્રી કનુભાઈ દેસાઈ સહિતના રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW