HomeGujaratમોરબીના વિસીપરામાં બંને પક્ષો બાખડ્યા, સામસામે ફરિયાદ નોધાઇ

મોરબીના વિસીપરામાં બંને પક્ષો બાખડ્યા, સામસામે ફરિયાદ નોધાઇ

મોરબીના વિસીપરા હનુમાનજી મંદિર પાસેની શેરી પરિમલ સ્કુલની બાજુમાં રહેતા રવિભાઈ ચંદુભાઈ વડલખીયાએ આરોપી વિમલભાઇ દિનેશભાઇ બાબરીયા, અશોકભાઇ દિનેશભાઇ બાબરીયા અને શૈલેશભાઇ બાબરીયા રહે. બધા વિસીપરા હનુમાનજીના મંદીર પાસેની શેરી પરિમલ સ્કુલની બાજુમા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, રવિભાઈ તથા સાહેદ રાહુલ ભુપતભાઇ ડુમાણીયા અને તેનો મિત્ર ત્રણેય જણા તેના કાકી દક્ષાબેનને તેના પાડોશી સાથે બોલાચાલી થયેલ જે બાબતે સમજાવા જતા બોલાચાલી ઉગ્ર થતા ત્રણેય આરોપી આવી અને ધોકા વડે ફરીયાદીને માર મારી ગંભીર ઇજા કરી સાહેદ વિનોદભાઇ વડલખીયાને ઢીકાપાટુનો મારમારી મુઢ ઇજા કરી ત્રણેય આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે સામા પક્ષે મોરબીના વિસીપરામાં હનુમાનજી મંદિર પાસેની શેરીમાં પરિમલ સ્કુલની બાજુમાં રહેતા અશોકભાઇ ઉર્ફે બાબો દિનેશભાઇ બાબરીયાએ આરોપી રાહુલભાઇ ભુપતભાઇ, વિનોદભાઇ વડલખીયા, રવિભાઇ ચંદુભાઇ, વીરૂ ખવાસ, બે અજાણ્યા શખ્સ રહે. બધા વિસીપરા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, અશોકભાઈના પિતા અને ભાઇ સાથે આરોપીઓ બોલાચાલી કરી ગાળો આપી ઝગડો કરતા હોઇ જેને સમજાવવા જતા આરોપીઓ ઉશ્કેરાય જઇ ફરીયાદી તથા સાહેદ સંજનાબેનને ઢીકાપાટુ નો માર મારેલ અને બાદમાં સાહેદ વેલજીભાઇ અને વિજયભાઇ વચ્ચે પડી છોડાવતા આરોપી જતા રહેલ અને થોડીવાર બાદ આરોપીઓ બાઇક લઇને આવીને ફરીયાદી તથા સાહેદ વેલજીભાઇ તથા વિજયભાઇને છરી ના ધા મારી ગંભીર ઇજા કરેલ તેમજ સાહેદ વેલજીભાઇને ધોકો મારી ઇજા પહોચાડી આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ગાળોબોલી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી સિટી બી-ડીવીઝન પોલીસે બંને પક્ષોની સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનાની નોધણી કરી તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW