HomeGujaratમકરસંક્રાંતિના તહેવાર દરમિયાન મોરબીમાં પતંગની દોરીથી 120 પક્ષી ઘાયલ, એક યુવાનને ગંભીર...

મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન મોરબીમાં પતંગની દોરીથી 120 પક્ષી ઘાયલ, એક યુવાનને ગંભીર ઈજા

મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન મોરબી જિલ્લામાં પતંગની દોરીથી થયેલી દુર્ઘટનાઓએ ચિંતાજનક સ્થિતિ સર્જી છે. જિલ્લામાં એક જ દિવસમાં 120 થી વધુ પક્ષીઓ દોરીની ચપેટમાં આવ્યા છે, જેમને તાત્કાલિક સારવાર માટે સરકારી અને ખાનગી પશુ સારવાર કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે. કર્તવ્ય જીવદયા કેન્દ્ર અને કરુણા હેલ્પલાઇન દ્વારા સવારથી મોડી સાંજ સુધી ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે. તેમજ 22 પક્ષીઓના મોત થયા હતા. આ ઉપરાંત વધુ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં, વાંકાનેર તાલુકાના મહીકા ગામ નજીક એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે.

ટંકારાના સજનપર ગામના મજૂર પારસિંગ મનજીભાઈ બાઇક પર ચોટીલા જઈ રહ્યા હતા, ત્યારે મહીકા ગામ પાસે તેમના ગળામાં પતંગનો દોરો ફસાયો હતો. ગંભીર ઈજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાઓ એ વાતની યાદ અપાવે છે કે ભૂતકાળમાં પણ પતંગની દોરીના કારણે અનેક જીવલેણ અકસ્માતો થયા છે. છતાં પણ, પતંગબાજો ચાઈનીઝ દોરી સહિતની ઘાતક દોરીઓનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે. આ ઘટનાઓ દર્શાવે છે કે, તહેવારની ઉજવણી દરમિયાન સુરક્ષા અને સાવચેતીના પગલાં લેવા અત્યંત જરૂરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW