HomeGujaratમોરબીના રંગપર-બેલા ગામ નજીક SMC ટીમે દરોડો પાડી 750 લીટર દેશી દારૂ...

મોરબીના રંગપર-બેલા ગામ નજીક SMC ટીમે દરોડો પાડી 750 લીટર દેશી દારૂ સાથે બેને ઝડપી લીધા, 3 વોન્ટેડ જાહેર

મોરબીના રંગપર-બેલા ગામ નજીક આવેલા સિરામિક કારખાનાની પાછળના વોકળા વિસ્તારમાં બાતમીના આધારે SMC ટીમે દરોડો પાડ્યો હતો. ત્યાં રેડ દરમિયાન 750 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટના સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા કરે છે, કારણ કે… એસએમસીની ટીમ દ્વારા સતત સફળ રેડ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, પોલીસે રંગપર-બેલા ગામ નજીક આવેલા સિરામિક કારખાનાની પાછળના વોકળા વિસ્તારમાંથી રૂ. 1.50 લાખનો દારૂ, ત્રણ મોબાઈલ ફોન, પ્લાસ્ટિકના બે ટબ, બે ડોલ, એક બેરલ, રોકડ રકમ રૂ. 15,800 અને એક આઈ-20 કાર સહીત કુલ રૂ. 4,76,800નો મળેલ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ મુદામાલ સાથે સ્થળ પરથી બે આરોપીઓ કાંતિનગર માળિયા ફાટક પાસે રહેતા 47 વર્ષીય અકબર કરીમભાઈ સમા અને 20 વર્ષીય સાહિલ જાનમહમદભાઈ ભટ્ટીની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત ત્રણ અન્ય આરોપીઓ – અનવર ઉર્ફે દડી હાજીભાઈ માલાણી, ઇમરાન અને જીગ્નેશ ઉર્ફે ડાકુ કાળુભાઈ પંચાળા હજુનું નામ સામે આવ્યું હતું, જે ત્રણેય આરોપીઓને પોલીસે ફરાર બતાવી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તે પાંચેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર ત્રણેય આરોપીઓને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW