મોરબીમાં આવતીકાલે નવી લાઈનના કામ તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી ઇન્ડ. પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી મહેન્દ્ર નગર ઇન્ડ. ફીડર સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
જેમાં ટિમ્બડીના પાટીએ થી માળિયા ફાટક સુધીના તમામ ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન, સોમનાથ પાર્ક સોસાયટી, રામધન આશ્રમ, સમર્પણ હોસ્પિટલ, શિવમ હોસ્પિટલ, પ્રભુ કૃપા ટાઉનશીપ, સુભાષ પાર્કમાં તમામ ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન તથા મહેન્દ્રનગર ઇન્દિરા નગર વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

